મોરબી જીલ્લામાં આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વીરપર ગામે વૃક્ષારોપણ કરાયું
SHARE







મોરબી જીલ્લામાં આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વીરપર ગામે વૃક્ષારોપણ કરાયું
મોરબીમાં આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા ડીડીઓ જે. એસ. પ્રજાપતીની હાજરી પર્યાવરણ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અને ટંકારા તાલુકાનાં વીરપર ગામના તળાવની આસપાસ 100 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સ્કૂલના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓએ મળીને ઊર્જા અને ઉત્સાહથી ભાગ લીધો હતો. અને દરેક વૃક્ષના રોપાણ બાદ, તેની જાળવણી અને સંભાળ રાખવા માટે વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી છે. તેમજ સ્કૂલનું મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ બંનેને પર્યાવરણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતા સમર્પિત છે, જે ભવિષ્યમાં વધુ સારું અને સ્વચ્છ વાતાવરણ માટે પાયાની કડી પુરવાર થશે. અને ન્યુ એરા ગ્લોબલ સ્કૂલનુ આ અભિયાન અને પ્રયાસ બીજા માટે પ્રેરણારૂપ બની રહેશે.
