મોરબીમાં ખડપીઠ પાસે ઘાસચારો નાખવાનો બંધ કરાવતા ગૌવંશ માટે ઘાસચારો નાખવાની જગ્યા નિશ્ચિત કરવા કોંગ્રેસની માંગ
SHARE







મોરબીમાં ખડપીઠ પાસે ઘાસચારો નાખવાનો બંધ કરાવતા ગૌવંશ માટે ઘાસચારો નાખવાની જગ્યા નિશ્ચિત કરવા કોંગ્રેસની માંગ
મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં ખડપીઠ પાસે રજડતી ગાય અને ગૌવંશને ઘાસચારો નાખવામાં આવે છે જોકે, નગરપાલિકા દ્વારા ત્યાં ઘાસચારો નાખવા માટેની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. જેથી ત્યાં રજડતા ગૌવંશો ભૂખ્યા હતા જેથી ત્યાં ઘાસચારો નાખવા માટે જે લોકો આવે છે તેમની દ્વારા અધિકારી અને પદાધિકારીઓને વિનંતી કરીને ત્યાં ગાયોને ઘંસચારો આજે તો નાખવામાં આવ્યો છે પરંતુ શહેરમાં ઘાસચારો નાખવા માટે જગ્યાની ફાળવણી કરવા માટે કોંગ્રેસના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર રજૂઆત કરવામાં આવી છે
મોરબી શહેરના દરેક વિસ્તારોની અંદર રજડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે વિકરાળ બની રહ્યો છે અને અવારનવાર રજૂઆતા ઢોર યુદ્ધ ચડતા હોય છે ત્યારે લોકોને નુકસાન થાય તેમજ તેના વાહનોને નુકસાન થાય એવી ઘટનાઓ અગાઉ મોરબીમાં બની ચૂકી છે તેવામાં મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખડપીઠ પાસે જે રજડતા ઢોર 24 કલાક અડિંગો જમાવીને ત્યાં બેસે છે જેથી કરીને આ સમસ્યા ઉકેલવા માટે થઈને નગરપાલિકા દ્વારા ત્યાં ઘાસના વાડા વાળાઓને ઘાસ ત્યાં ન નાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન દરરોજને ત્યાં ઘાસચારો નાખવા માટે થઈને આવતા ગૌપ્રેમીઓ દ્વારા આજે અધિકારી અને પદાધિકારીઓને વિનંતી કરીને ત્યાં ભૂખથી ગાયો અને ગૌવંશોને ઘાસચારો આપવામાં આવ્યો હતો જો કે, આ બાબતેની જાણ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાને થતા તેમણે આ બાબતે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે અને ખડપીઠ વિસ્તારમાં બસો જેટલા ગૌવંશો છે તેને ઘાસચારો નાખવા માટે તાત્કાલિક ધોરણે જગ્યા ફાળવવામાં આવે તેની માંગ કરી છે
