મોરબી તાલુકામાં માર્કેટિંગનું કામ કરતાં યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ જુદીજુદી જગ્યાએ કર્યો આપઘાત
SHARE
મોરબી તાલુકામાં માર્કેટિંગનું કામ કરતાં યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ જુદીજુદી જગ્યાએ કર્યો આપઘાત
મોરબી તાલુકા વિસ્તારમાં જુદીજુદી ત્રણ જગ્યાએ એક યુવાન, એક યુવતી અને એક મહિલાએ આપઘાત કરેલ છે જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ ત્રણેય બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલ જીઓલાઈટ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની નેહા ફાતમા (19) નામની યુવતીએ લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને યુવતીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી.વશિયાણી ચલાવી રહ્યા છે
આવી જ રીતે મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ હરિઓમ પાર્કમાં મકાન નંબર એ-103 માં રહેતા હેતલબેન મનીષભાઈ જાદવ (34) નામની મહિલાએ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હોય મૃતક મહિલાના બોડીને તેના પતિ મનીષભાઈ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી.વશિયાણી ચલાવી રહ્યા છે
જ્યારે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સામે પ્રભુ કૃપા ટાઉનશીપ જાનકી પેલેસમાં પહેલા માળે રહેતા અને માર્કેટિંગનું કામકાજ કરતા પરેશભાઈ અમૃતભાઈ કૈલા (36) નામના યુવાને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે મચ્છુ-3 ડેમના પાણીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી પાણીમાં ડૂબી ગયેલ યુવાનના મૃતદેહને બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની રાજેશભાઈ પરસોતમભાઈ કૈલા (42) રહે. સરા રોડ ચંદ્ર પાર્ક સોસાયટી હળવદ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે