મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે માલીકીની જમીનમાં સફાઈ કરતાં બે ભાઈને છરીના ઘા ઝીકયા, હુમલો કરનારા ચાર શખ્સની સામે નોંધાયો ગુનો


SHARE

















ટંકારાના સરાયા ગામે માલીકીની જમીનમાં સફાઈ કરતાં બે ભાઈને છરીના ઘા ઝીકયા, હુમલો કરનારા ચાર શખ્સની સામે નોંધાયો ગુનો

ટંકારાના સરાયા ગામે માલિકીની જમીન બાબતે સિવિલ દાવો ચાલી રહ્યો છે અને યુવાન તેના ભાઈની સાથે જમીનની સાફ-સફાઈ કરવા માટે ગયો હતો ત્યારે સામેવાળા ચાર શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે યુવાન તેમજ તેના ભાઈને છરીના ઘા માર્યા હતા અને ઢીકાપાટનો માર મારીને જાનથી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા અબ્દુલભાઈ અભરામભાઈ કેડ (35) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલ જુમાભાઈ કેડા, વસીમ અબ્દુલભાઈ કેડા, દિલાવર જુસબભાઈ વિકિયાણી અને દિલાવરનો દીકરો આમ કુલ ચાર શખ્સોની સામે  ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાના નામની સરાયા ગામે સર્વે નં-2 પૈકી 26 ની માલિકીની જમીન આવેલ છે અને તે જમીન બાબતે કોર્ટમાં સિવિલ દાવો ચાલુ છે જો કે, ફરિયાદી તેના ભાઈની સાથે જમીનની સાફ-સફાઈ કરતા હતા ત્યારે આરોપીઓને તે સારું નહીં લાગતા ફરિયાદી તથા તેની સાથે રહેલ તેના ભાઈ સલીમભાઈ અભરામભાઈ કેડ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને આરોપી વસીમ કેડએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને છાતીના ભાગે બગલ પાસે એક ઘા માર્યો હતો અને અબ્દુલ કેડએ પીઠના ભાગે પાંચેક ઘા માર્યા હતા. તેવી જ રીતે સલીમભાઈને પણ વસીમ કેડએ જમણા પડખાના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને દિલાવર તથા તેના દીકરાએ ફરિયાદી અને તેના ભાઈને ઢીકાપાટુનો માર મારીને બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન અને તેના ભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News