મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મૃત્યુ પામેલા ખેડૂતે એક વર્ષ પછી કલેક્ટર કચેરીમાં સહી કરી ?, FSL ના ઓપીનિયન પછી પણ અધિકારી ગુનો કેમ નોંધતા નથી !


SHARE

















મોરબી જીલ્લામાં મૃત્યુ પામેલા ખેડૂતે એક વર્ષ પછી કલેક્ટર કચેરીમાં સહી કરી ?, FSL ના ઓપીનિયન પછી પણ અધિકારી ગુનો કેમ નોંધતા નથી !

સરકારી કચેરીમાં ઘણી વખત મૃત વ્યક્તિ આવીને સહી કરી જાય તેવો ખેલ કરવામાં આવે છે આવી જ રીતે મોરબી જીલ્લામાં મૃત્યુ પામેલા વ્યક્તિની સહી લેવામાં આવે છે અને સાક્ષી તરીકે પણ ખોટી સહી કરવામાં આવી હોવાની એફએસએના ઓપીનિયનમાં સામે આવ્યું છે તો પણ કલેક્ટર કચેરીમાં મૃત વ્યક્તિને હાજર બતાવીને પ્રોસીડીંગ્સ લખવામાં આવેલ છે અને તેના આધારે હુકમ પણ કરવામાં આવેલ છે જેથી કરીને ખોટી સહી કરનારાઓ તેમજ કરાવનારાઓ અને તે ખોટી સહિતના આધારે હુકમો કરનારા અધિકારીઓની સામે કોગ્નીઝેબલ ગુનો બને છે તો પણ અધિકારીઓએ દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી ભોગ બનેલા ખેડૂતે હાલમાં અધિકા કલેક્ટરને રજૂઆત કરેલ છે.

માળીયા મિયાણ તાલુકાનાં મોટા દહીસરા ગામના ખેડૂત જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા તથા અરજણભાઈ રામાભાઈ બાલસરા તથા અન્ય ખેડુતોએ હાલમાં અધિક કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મૃત્યુ પામેલા વ્યક્તિની ખોટી સહી કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરનારા તેમજ તે ખોટી સહિતના આધારે હુકમો કરનારા જવાબદાર અધિકારીઓની સામે એફઆઇઆર કરવામાં આવે તેવી માંગ કરી છે જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, જયસુખભાઈના પિતા મૃત્યુ પામેલ છે તો પણ પ્રોસીડીંગ્સ કલેક્ટર કચેરમાં ખોટી સહી થયેલ છે અને અરજણ રામાભાઈ બાલસરાની ખોટી સહીઓ કરવામાં આવેલ છે

વધુમાં જયસુખભાઈ અવાડીયા એ જણાવ્યુ છે કે, તેના પિતા સ્વ. રામજીભાઈ રૂડાભાઈ અવાડીયા તા 6/1/2017 ના રોજ મૃત્યુ પામેલ છે તો પણ કલેકટર કચેરીમાં તેની પ્રોસીડીંગ્સમાં કાવતરૂ રચીને તા 29/1/2018 જેટકો વાળાએ ત્રાહિત વ્યકિતને તેની મુદતે સહી કરાવેલ છે. જે પ્રોસીડીંગ્સ હાઈકોર્ટના ઓરલ ઓર્ડર તા. 22/7/2021 તથા તા.6/8/2021 મુજબ રજુ કરવામાં આવેલ છે અને ખોટી સહીઓ કરાવેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ અરજણ રામાભાઈની ખોટી સહીઓ તા. 13/7/2018 થી તા. 17/7/2018 માં કરી કે કરાવી હતી જેથી તકરારી સહીઓ, કુદરતી સહીઓ અને સ્ટાન્ડર્ડ સહીઓના નમૂના FSL માં મોકલાવ્યા હતા અને તા. 31/3/23 ના તેના રિપોર્ટમાં સહીઓ ખોટી હોવાનું પુરવાર થયું છે જેથી કોઈની ખોટી સહી કરવી એ કોગ્નીઝેબલ ગુન્હો બનતો હોય તે મુજબ ફરીયાદ દાખલ કરવાની અધિકારીની ફરજ બને છે તો પણ હજુ સુધી ફરિયાદ કરવામાં આવી નથી જેથી કરીને હાલમાં તમામ આધાર પુરાવા સાથે અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.

વધુમાં ભોગ બનેલા ખેડૂતે એવું પણ જણાવ્યુ છે કે તેના માતાએ તા. 9/6/22 ના રોજ અને અરજણ રામાભાઈએ તા 20/4/22 ના રોજ ફરીયાદ મુજબ FSL કરવેલ હતું અને તેના ઓપીનીયન આવ્યા બાદ તેઓની માતાએ તા 14/6/23 ના રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી જો કે, કોગ્નીઝેબલ ગુન્હો હોવાથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ફરિયાદ લેવા માટે આદેશ કરવામાં આવેલ તેમ છતાં પણ હજુ સુધી માળીયા તાલુકા પોલીસે એફ.આર.આઈ. દાખલ કરેલ નથી. જેથી કરીને રાજય સરકારના ઠરાવ મુજબ પોલીસ સ્ટેશન અધિકારી જયારે કોગ્નીઝેબલ ગુન્હાની ફરીયાદ નોંધવાની ના પાડે ત્યારે તાલુકા મેજીસ્ટરને નોંધાવવા માટે કાર્યવાહી કરવાની હોય છે તેના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News