મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
SHARE
મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબીના રંગપર ગામ પાસે આવેલ કારખાના લેબર કવાર્ટરમાં રહેતો યુવા પાવડિયારીની તરફ જઈ રહ્યો હતો દરમિયાન સાપર ગામની સીમમાં પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવાનોનો કોહવાઈ ગયેલ મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકની સાથે રહેતા તેના સગા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કેસવાનંદ મિનરલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કૈલાશ ભટુભાઈ ડાવર (45) નામના યુવાનનો શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક સિરામિક કારખાના સામે રોડની બાજુમાં ભરેલ ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વિશાલ કૈલાશભાઈ ડાવર (21) રહે. હાલ કેશવાનંદ મિનરલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રંગપર મૂળ રહે. એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ગત તા. 31/1 ના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં મૃતક યુવાન ઘરેથી પાવડીયારી જવા માટે નીકળ્યો હતો ત્યારબાદ ઘરે પરત આવ્યો ન હતો અને તેનો કોહવાઈ ગયેલ હાલતમાં ગટરના ગંદા પાણી ભરેલ જગ્યામાંથી મૃતદેહ મળી આવ્યો છે જેથી પોલીસે આ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે.