મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
SHARE
હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા કાંતિભાઈ મગનભાઈ દુધાણા (36) નામના યુવાને કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ યુવાનનું ઘરે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અન આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે