મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન
SHARE







મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન
મોરબી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા આગામી સોમવારના રોજ મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલા જ્ઞાતિની વાડી આવેલ છે ત્યાં આગામી 10 ફેબ્રુઆરીએ સવારે 7:45 કલાકે મોઢેશ્વરી માતાજીનું પૂજન કરવામાં આવશે ત્યાર બાદ નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવશે અને ત્યારે આચાર્ય પદે શાસ્ત્રીજી આશિષભાઈ મહેતા દ્વારા ધાર્મિક વિધિ કરાવવામાં આવશે અને બપોરે 12:00 કલાકે બીડું હોમવામાં આવશે. અને ત્યાર બાદ સમૂહ જ્ઞાતિ ભોજનનું શરૂ કરવામાં આવશે જે લોકો યજ્ઞમાં યજમાન તરીકે બેસવા ઈચ્છતા હોય તેમણે બુધવાર સુધીમાં જ્ઞાતિ કાર્યાલયના સમય દરમિયાન નામ નોંધાવવા માટે જણાવ્યુ છે અને દરેક જ્ઞાતિજનોને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

