ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી: વર્ષ ૨૦૨૪-૨૫ માટેના મહિલા રોકડ પુરસ્કાર માટે ૧૭ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે


SHARE







































મોરબી: વર્ષ ૨૦૨૪-૨૫ માટેના મહિલા રોકડ પુરસ્કાર માટે ૧૭ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ નાં વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં.૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે ‘મહિલા રોકડ પુરસ્કાર’ યોજના અમલમાં છે.

આ યોજના હેઠળ પુરસ્કાર મેળવવા માટેનું ફોર્મ ખેલાડી દ્વારા ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો (મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે) સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https.//sportsauthority.gujarat.gov.in પર આગામી તા.૧૭/૦૪/૨૦૨૫ સુધી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્ર-શિક્ષણ કેન્દ્ર, મોરબીનો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
















Latest News