હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો
Breaking news
Morbi Today

હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ


SHARE































હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ

હળવદની કરાચી કોલોનીમાં રહેતી મહિલાને ત્યાં પાડોશમાં રહેતા દંપતી દ્વારા પાણીથી સાફ-સફાઈ કરવા બાબતે અને પાણીનો વાલ્વ બંધ કરવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી તેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવમાં સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ કરાચી કોલોની ખાતે રહેતા રૂબીનાબેન ઈરફાનભાઇ ગોનિયા (44) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીઝવાનાબેન સાજીદભાઈ પિંજારા તથા તેના પતિ સાજીદભાઈ પીંજારા રહે. બન્ને કરાચી કોલોની વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આરોપીએ ફરિયાદીને પાણીથી સાફ-સફાઈ કરવા બાબતે અને પાણીનો વાલ્વ બંધ કરવા બાબતે ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે સામાપક્ષેથી રિઝવાનાબેન સાજીદભાઈ પિંજારા (37)એ રૂબીનાબેન ઈરફાનભાઇ રહે. કરાચી કોલોની વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદે રાખેલ સિમેન્ટની થેલીઓને આરોપીએ પાણીથી સાફ-સફાઈ કરતા હતા ત્યારે પાણી ઉડવાથી સિમેન્ટની ચાર થેલીઓ પલળી ગઈ હતી જેથી 1200 રૂપિયાનું નુકસાન થયું હતું જે બાબતે કહેવા માટે ફરિયાદી ગયા હતા ત્યારે કોલોનીના ધાબા ઉપર પાણીનો વાલ્વ ચાલુ બંધ કરવા બાબતે આરોપીએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોતી આગળની કાર્યવાહી હાથ કરી છે












Latest News