મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન
Breaking news
Morbi Today

મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ


SHARE



































મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ

મોરબી તાલુકાના હજનાળી ગામે શક્તિ માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું છે અને ત્યાં મંદિરમાં માતાજી ઉપર રાખવામાં આવેલ સોના ચાંદીના આભૂષણો તથા સોના-ચાંદીના છત્તર આમ કુલ મળીને લાખો રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જો કે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે થઈને આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હોય આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 9.91 લાખના મુદામાલની ચોરીની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

શિયાળાની શરૂઆત થતાની સાથે જ જાણે પોલીસની ઠંડી ઉડાડવા માટે થઈને તસ્કરો મેદાનમાં આવ્યા હોય તે પ્રકારનો ઘાટ મોરબી તાલુકામાં જોવા મળી રહ્યો છે મોરબીના હજનાળી ગામે શક્તિ માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં તસ્કરે તા. 16/11 ના રોજ રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ધામા નાખ્યા હતા અને ત્યાં મંદિરના દરવાજાના તાળા તોડીને મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો ત્યારબાદ શક્તિ માતાજીની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલ સોનાના ત્રણ હાર, સોનાનું એક છતર, ચાંદીનો મોટું 2 કિલો વજનનું છત્તર સહિત કુલ 30 જેટલા છતર તેમજ ચાંદીની સિંહની મુર્તિ જે તમામની કુલ કિંમત અંદાજે 35 લાખ રૂપિયા જેટલી થાય છે તેવું જાણવા મળી રહ્યું છે જો કે, આ બનાવ સંદર્ભે હાલમાં હજનાળી ગામે રહેતા હિતેશગીરી મોહનગીરી ગોસ્વામી (32)ની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે, મંદિરમાંથી માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલ નાના મોટા વજનના ચાંદી અને સોનાના આભૂષણો જેમાં હાર, છતર અને ચાંદીની સિંહની મૂર્તિ વિગેરેનો સમાવેશ થાય છે અને તેની અંદાજે 9,91,250 રૂપિયાની કિંમત થાય છે તે મુદ્દામાલની ચોરી થઈ છે ઉલેખનીય છે કે, ગામમાં આવેલ માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવીને લાખો રૂપિયાના આભૂષણોની ચોરી કરેલ છે જેથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી છે અને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે


















Latest News