મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત
કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત
SHARE
કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જોધપર ગામ પાસેથી ચોટીલા માનતા પૂરી કરવા માટે થઈને બે મહિલાઓ સહિત કુલ પાંચ પદયાત્રીઓ જઈ રહ્યા હતા દરમ્યાન કાર ચાલકે ઓવરબ્રિજના છેડા પાસે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તે મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગર ખાતેથી દિવ્યાબેન કેશવજીભાઈ ચાવડા (39) નામના મહિલા તેઓના પતિ, દિયર, ભાઈ અને બહેન સાથે ચાલીને માનતા પૂરી કરવા માટે થઈને ચોટીલા જઈ રહ્યા હતા ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે ઓવરબ્રિજના છેડા પાસે કાર ચાલકે દિવ્યાબેન ચાવડાને હડફેટે લીધા હતા જેથી તેઓને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે