મોરબીના સનાળા ગામ પાસે રાહદારી વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
હળવદમાં સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં નજીવી વાતમાં એક અધિકારીએ બીજા અધિકારીને માથામાં પંચિંગ મશીન ફટકારયું
SHARE
હળવદમાં સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં નજીવી વાતમાં એક અધિકારીએ બીજા અધિકારીને માથામાં પંચિંગ મશીન ફટકારયું
હળવદમાં આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હેઠળની સૌરાષ્ટ્ર શાખા નહેરની પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા એક અધિક મદદનીશ ઇજનેરને તેઓની જ કચેરીમાં ફરજ બજાવતા બીજા અધિક મદદનીશ ઇજનેર દ્વારા કચેરીમાં લાઈટ પંખા બંધ કરવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપવામાં આવી હતી અને ઓફિસે નહીં આવવાની ધમકી આપીને મોટા પંચિંગ મશીન વડે માથાના ભાગે માર મરવામાં આવેલ હતો જેથી ઇજા પામેલા અધિક મદદનીશ ઇજનેરને માથામાં ટાંકા આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા અધિક મદદનીશ ઇજનેર દ્વારા સાથે કામ કરતાં અધિકારીની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ જામજોધપુરના જામવાળી ગામના રહેવાસી અને હાલમાં હળવદ શહેરમાં ડી.વી.પરખાણી સ્કૂલ પાસે અફઝલભાઈના મકાનમાં રહેતા અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હેઠળ સૌરાષ્ટ્ર શાખા નહેર પેટા વિભાગ-1 હળવદની કચેરી ખાતે અધિક મદદનીશ ઇજને તરીકે ફરજ બજાવતા દેવાભાઈ છનાભાઈ કોડીયાતર (28)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અવિનાશ અશ્વિનભાઈ ગામીત રહે. હાલ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, હળવદમાં આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હેઠળ સૌરાષ્ટ્ર શાખા નહેર પેટા વિભાગ નં. 6/1 એ ની ઓફિસ રાજગોરનો વંડો રીઝવાનાબાનુ કલાડિયાના મકાનમાં ફરિયાદી પોતાની ફરજ ઉપર હતા દરમિયાન તેના સાથી અધિકારી આરોપીએ ફરિયાદીના ટેબલ પાસે આવીને લાઈટ પંખા બંધ કરવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઓફિસે નહીં આવવાની ધમકી આપીને માર મારીને લોખંડના મોટા પંચિંગથી માથાના ભાગે ઇજા કરી હતી જેથી ફરિયાદીને માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને હાલમાં ઇજા પામેલા અધિકારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે