વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત


SHARE































વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં આવેલ સીરમિક કારખાનાની પાછળના ભાગમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે વાંકાનેરના પંચાસિયા ગામે મામાના ઘરે આવેલા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે આ બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતવીરડા ગામની સીમમાં આવેલ સુપેરો સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો છોટુ બાસેશ્વર મુંડારી (30) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે કારખાનાની પાછળના ભાગમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જ્યારે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ યોગેશભાઈ ગોહેલ (39) નામનો યુવાન વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તેના મામાના ઘરે ગયેલ હતો અને ત્યાં કોઈ પણ કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.












Latest News