તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી
SHARE
તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી
ટંકારામાં રહેતો યુવાન ખીજડીયા ચોકડી પાસે ઉભો હતો ત્યારે સીએનજી રીક્ષા લઈને ત્યા આવેલા શખ્સે યુવાનને ગાળો આપી હતી તેમજ કહ્યું હતું કે, “તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ” આટલું નહીં પણ તે યુવાનના ઘર પાસે ઉભેલી કારમાં પથ્થર મારીને આગળ અને પાછળના ભાગે કાચ તોડી નાખવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારામાં પીડબ્લ્યુડીના બંગલા પાસે રહેતા રજાકભાઈ ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણા (36)એ હાલમાં સીએનજી રીક્ષાના ચાલક નાસીર સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે ખીજડીયા ચોકડી પાસે આવેલ તાજ પાન નજીક રોડ પાસે ઉભેલ હતો ત્યારે આરોપી તેની સીએનજી રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને જેમ ફાવે તેમ ફરિયાદીને ગાળો આપવા લાગવા લાગ્યો હતો તથા પોતાની રિક્ષામાંથી છરી કાઢીને ફરિયાદીને કહ્યું હતું કે “તું મને ક્યાંય ભેગો થતો નહીં નહીંતર તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી ત્યારબાદ ફરિયાદી પોતાના ઘરે જતા ફરીયાદીની માતા અને તેના પત્ની બંને ફરિયાદીને કહ્યું કે “નાસીર તેની રીક્ષા લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે કલ્લુ ઘરે આવ્યો છે ત્યારે ફરિયાદીની માતા અને પત્નીએ કલ્લુ હજુ ઘરે નથી આવ્યો” જેથી આરોપી નાસીર ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને કહ્યું હતું કે “કલ્લુ મને ગમે ત્યાં ભેગો થશે ત્યારે તેને જાનથી મારી નાખવો છે” તેવી ધમકી આપી હતી અને ફરિયાદીના ઘરની બહાર શેરીમાં સાહેદ યાસીનભાઈની વરના કાર પાર્ક કરી હતી તેમાં પથ્થરના છુટા ઘા કરીને આગળ અને પાછળના ભાગનો કાચ તોડીને નુકસાન કર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે