કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન
ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE
ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
ટંકારા તાલુકા વિસ્તારમાં વ્યાજખોરના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા પાસા હેઠળ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપીને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે.
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરિના ગુનામાં અવારનવાર પકડાયેલ વ્યાજખોરની સામે પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા ટંકારા પોલીસે આરોપી જયદીપભાઇ બાબુભાઈ બસિયા રહે. મીતાણા તાલુકો ટંકારા વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ટંકારા પોલીસ દ્વારા આરોપી જયદીપ બાબુભાઈ બસિયા (24) રહે. મીતાણા વાળાને પાસા હેઠળ પકડીને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે.