મોરબી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરનાર દીકરી કરિશ્મા ડામોરની ડી.વાય.એસ.પી. તરીકે પસંદગી મોરબીની બે દુકાનમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો દેશમાં નોંધાયેલ 1.34 કરોડની સાયબર ફ્રોડની 41 ફરિયાદમાં મોરબી પોલીસની મોટી કાર્યવાહી, 5 આરોપીની ધરપકડ: 3 વર્ષમાં થયેલ 7.26 કરોડના ટ્રાન્જેક્શનની તપાસ શરૂ હળવદના ભલગામડામાં ગાયના વાછરડા બાબતે બોલાચાલી બાદ મારા મારીમાં માથા રંગાયા: હવે સામસામે ફરિયાદ મોરબી નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા સમેલનનું આયોજન કરાયું નશાની ખેતીનો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 364 છોડનું વાવેતર !, 16.57 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ માળીયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના લાલપર ગામ નજીક મહિલા સાથે બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલ આધેડ ઉપર છરી વડે હુમલો: સાથળમાં 13 ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

હળવદના ભલગામડામાં ગાયના વાછરડા બાબતે બોલાચાલી બાદ મારા મારીમાં માથા રંગાયા: હવે સામસામે ફરિયાદ


SHARE









હળવદના ભલગામડામાં ગાયના વાછરડા બાબતે બોલાચાલી બાદ મારા મારીમાં માથા રંગાયા: હવે સામસામે ફરિયાદ

હળવદના ભલગામડા ગામમાં ગાયના વાછરડા બાબતે બે યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ બે પરિવાર સામસામે આવી ગયા હતા અને લાકડાના ધોકા વડે સામ સામે મારામારી કરવામાં આવી હોય બંને પક્ષેથી છથી સાત જેટલા લોકોને ઈજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હળવદ અને મોરબી સુધી લઈ ગયા હતા ત્યારબાદ આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ભલગામડા ગામે રહેતા હીરાભાઈ અમરશીભાઈ ઉઘરેજા (45)એ દિનેશ ગોવિંદ ઉઘરેજા, રતન ધરમશી ઉઘરેજા, રવિ દિનેશ ઉઘરેજા, હક્કા ગોવિંદ ઉઘરેજા અને સિંધા કેસા ઉઘરેજા રહે બધા ભલગામડા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી દિનેશ સાથે ગાયના વાછરડા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતા રતન ઉઘરેજાએ ફરિયાદીને માથાના ભાગે લાકડાના ધોકો મારીને તથા તેના ભાઈ નરસીભાઈને ડાબા હાથમાં લાકડી મારીને ફેક્ચર જેવી ઈજા કરી હતી. ત્યારબાદ રવિએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે હકા ઉઘરેજાએ ફરિયાદીના ભાઈ જીતેશભાઈને પડખાના ભાગે છરી મારીને ઇજા કરેલ છે અને ફરિયાદીના ભાઈ રાજુને દિનેશ ઉઘરેજાએ જમણા હાથમાં ધોકો મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરેલ છે જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે

જ્યારે આ બનાવમાં સામા પક્ષેથી દિનેશભાઈ ઉર્ફે રાણો ગોવિંદભાઈ ઉઘરેજા (46)એ ધીરુ અમરસી ઉઘરેજા, નરસી અમરસી ઉઘરેજા, રાજુ અમરસી ઉઘરેજા અને જીતેશ અમરસી ઉઘરેજા રહે બધે ભલગામડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી ધીરુભાઈ સાથે વાડીમાં વાછરડા બાબતે બોલાચાલી થયેલ જે કેસ કરવાનું કહેતા હોય તેઓને સમજાવવા માટે થઈને ગયા હતા અને ત્યારે આરોપી ધીરુએ ફરિયાદીને ગાળો આપીને ડાબા હાથની છેલ્લી આંગળીમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી તથા માથાના ભાગે માર મારીને ઇજા કરેલ છે જ્યારે અન્ય આરોપીઓએ ફરિયાદીને મોઢા તથા કપાળના ભાગે માર માર્યો હતો તેમજ સાહેદ રવિભાઈ, સિંધાભાઈ તથા રતનભાઇને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News