મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો મોરબીની અનુપમ સોસાયટીમાં રાતે કાર સળગાવનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો મોરબીના મચ્છુ-2 ડેમમાં કોહવાઈ ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 10 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા: 2 શખ્સની ધરપકડ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોની ખાંભીએ રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 10 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા: 2 શખ્સની ધરપકડ


SHARE









હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 10 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા: 2 શખ્સની ધરપકડ

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ હોટલ સામેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જેને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં તેને ચેક કરવામાં આવતા તેમાં ભેંસના 10 પાડાને ભરીને લઈ જતા હતા અને કતલખાને લઈ જતા હોય આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ગૌરક્ષકોને હકીકત મળી હતી કે બોલેરો ગાડીની અંદર ભેંસના પાડાઓને ભરીને કતલખાને લઈ જવાના છે જેથી કરીને માળિયા હળવદ હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલી બાતમી મુજબની બોલેરો ગાડી ત્યાંથી પસાર થઈ રહી હોય તેને પોલીસની હાજરીમાં રોકાવીને ચેક કરવામાં આવી હતી ત્યારે આ બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 3278 માંથી ભેંસના 10 પાડા મળી આવ્યા હતા અને ગાડીની અંદર ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખી ન હતી અને કુરતાપૂર્વક બાંધીને પાડાને કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર શેરી નં.1 માં રહેતા અનિલભાઈ નરસીભાઈ અસ્વાદ (32) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડાડા મામદઅલી જત (26) અને તથા સુલતાન હૈદરખાન જત (21) રહે બંને નાના સરાડા વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને પકડીને મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News