વાંકાનેરમાં કોન્ટ્રાકટરે 10 લાખની સામે 33 લાખ ચુકવ્યા છતાં વ્યાજખોરો દ્વારા વધુ 15.50 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી !: 4 પૈકી 3 આરોપીની ધરપકડ વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉ થયેલ ઝઘડામાં કાર નુકશાન થયું હોવાનો ખાર રાખીને યુવાનને પાંચ શખ્સોએ ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની 2 રેડમાં 9 શખ્સ પકડાયા ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ મોરબીના 105 વર્ષીય કેસરબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પરિવારે આપી વાજતે-ગાજતે અંતિમ વિદાય મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત


SHARE







ટંકારા નજીક ઇ-સ્કૂટીને ટેન્કર ચાલકે હડફેટે લેતા ટાયરના જોટામાં આવી જવાથી આધેડનું મોત

ટંકારા નજીકથી ઇ સ્કૂટી લઈને પસાર થઈ રહેલા આધેડના વાહનને ટેન્કર ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આધેડ ટેન્કરના પાછળના જોટામાં આવી જતા તેઓને કપાળ, વાસા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા ચુનીલાલ વીરજીભાઈ વાઘડિયા (55)એ હાલમાં ટેન્કર નંબર જીજે 36 વી 8280 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ દાદા વાડી હોટલ પાસેથી તેઓના ભાઈ ઇ-સ્કૂટી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેન્કરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના ભાઈ નવનીતભાઈ વીરજીભાઈના ઇ-સ્કૂટીને હડફેટે લઈને તા અકસ્માત કર્યો હતો જે બનાવમાં ટેન્કરનો પાછળનો જોટો ફરિયાદીના ભાઈ ઉપરથી ફરી જતાં તેઓને કપાળ, માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નિપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ટેન્કર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News