વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત


SHARE































વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
 

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ બાથરૂમમાં નહાવા માટે થઈને જતા હતા ત્યારે બાથરૂમમાં પડી જવાથી તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોય તેમનું મોત નીપજયું હતું જ્યારે હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામની સીમમાં આવેલ મંદિરના મકાનમાં કોઈપણ કારણોસર જુના ઘાટીલા ગામે રહેતા આધેડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોય તેનું મોત નિપજ્યું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા મકનભાઈ ઉકાભાઇ કણસાગરા (84) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે બાથરૂમમાં નહાવા માટે જતા સમયે બાથરૂમ પાસે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા કિશોરભાઈ જગદીશભાઈ લંઘાણોજા (50) નામના આધેડે હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાનજી મંદિરના મકાનમાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની શૈલેષભાઈ હરજીવનભાઈ લાંઘણોજા (40) રહે. જૂના ઘાટીલા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે












Latest News