ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું
માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
SHARE
માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
માળીયા (મી)ના જાજાસર ગામે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની દીકરીએ કોઈપણ કારણોસર ગામની સીમમાં ખેતરના સેઢા પાસે આવેલા બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળીયા (મી)ના જાજાસર ગામે રાણાભાઇ ગોગરાના જુના મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા ખુમસિંગ મડિયાભાઇ મછારની 19 વર્ષની દીકરી આશાબેને કોઈપણ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે જાજાસર ગામની સીમમાં હસમુખભાઈ ગોગરાના ખેતરના સેઢા પાસે બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ પકડાયો
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી શિવલાલભાઈ નારણભાઈ દેત્રોજા (72) રહે. બોની પાર્ક બંધન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 103 રવાપર મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે રૂપિયા 2070 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે









