મોરબીમાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું
વાંકાનેરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
SHARE







વાંકાનેરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરમાં શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજની દીકરીઓએ વિકાસ સંબંધિત વિષયો પર પોતાની પ્રતિભા અને કૃતિઓ થકી સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ યોજનાઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બની આગળ વધે તેવો પ્રેરણાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિજેતા દીકરીઓને પ્રોત્સાહનરૂપ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિતો દ્વારા ભારત વિકાસ સપથ લેવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેર બાળ વિકાસ યોજના અધિકારી વૈશાલીબેન પટગીર, સંસ્થાના ઉપપ્રમુખ કલ્પેન્દ્રુભાઈ મહેતા, ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, પ્રાધ્યાપક મંડળ, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી મહિલાઓ અને કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
