નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા


SHARE





મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા

મોરબીના સીરામીક કારખાનામાં વપરાતો પ્રોપેન ગેસ આજથી મળવાનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને સીરામીક કારખાનેદારો પાસે તેઓના કારખાનાની અંદર જે પ્રોપેન ગેસ નો સ્ટોક છે તેના આધારે અત્યારે ઉત્પાદન ચાલુ છે પરંતુ મોરબીનો સિરામિક ઉદ્યોગ આગામી 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે. તેવું સીરામીક એસોસિયેશનના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને સૌથી મોટી અસર થઈ રહી છે અને તેના જ ભાગરૂપે મોરબીના જુદા જુદા સીરામીક કારખાનાઓમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે પ્રોપેન ગેસના ઓર્ડર લેવાનું બે દિવસથી સપ્લાય કરતી એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આજથી કંડલા પોર્ટ ઉપરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે જેથી કારખાનેદારોના કારખાનાની અંદર અંજદે 24 થી 48 કલાક ચાલે તેટલો જે પ્રોપેન ગેસનો જથ્થો છે તેનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થઈ શકશે ત્યારબાદ મોરબીના મોટાભાગના કારખાનાઓને પ્રોપેન ગેસ ન મળવાના કારણે ફરજિયાતના ધોરણે બંધ કરવા પડશે. તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં સિરામિક કારખાનેદારોના કહેવા મુજબ સીરામીકના કારખાના બંધ થશે તો લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થશે આટલું જ નહીં પરંતુ સીરામીક કારખાનેદારોને પણ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડશે. આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉદ્યોગને પણના છૂટકે પોતાનું ઉત્પાદન અને યુનિટ બંધ કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલશે તો મોરબીની આર્થિક રીતે કમર તુટી જશે.




Latest News