મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ, રિમાન્ડ લેવા તજવીજ


SHARE











હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ, રિમાન્ડ લેવા તજવીજ

હળવદ તાલુકામાં કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામે સરકારી જમીનને પચાવી પાડવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેથી હળવદના મામલતદારે બે મહિલા સહિત 9 લોકોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.

હળવદ તાલુકાનાં ત્રણ ગામની સરકારી જમીન પચાવી પાડવા માટેનું કૌભાંડ થયું હતું જેની હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટ (55)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત 9/11/25 ના રોજ રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે ફરિયાદ કરી હતી

જેમાં જણાવ્યુ હતું કે, તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કર્યું હતું અને તેને પચાવી પાડવા માટે સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી કરાવીને કૌભાંડ કર્યું હતું

આ ગુનામાં પોલીસે પહેલા આરોપી દિનેશભાઈ હમીરભાઇ વનાણી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ અને વનાણી હમીરભાઈ વજુભાઈ અને જશુબેન બાબુભાઈ કોળી નામના પાંચ આરોપીની ધરપકડ કરેલ હતી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેઓની ટીમ દ્વારા આ ગુનામાં જમીન કૌભાંડના મુખ્ય આરોપી રમેશ બબાભાઈ સાકરીયા રહે. કોઈબા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે. ત્યારે આ ગુનાની તપાસનો રેલો આગામી દિવસોમાં હળવદ તાલુકામાં ફરજ બજાવી ગયેલ તત્કાલિન સરકારી અધિકારી અને કર્મચારી સુધી પહોચશે કે કેમ તે જોવું રહ્યું.






Latest News