વાંકાનેરમાં ઘરે ઉલ્ટી થયા બાદ બેભાન થઈ ગયેલા આધેડનું મોત
SHARE
વાંકાનેરમાં ઘરે ઉલ્ટી થયા બાદ બેભાન થઈ ગયેલા આધેડનું મોત
વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર રહેતા આધેડ ઘરે હતા ત્યારે અચાનક ઉલ્ટી થવા લાગી હતી જેથી તેઓ બેભાન થઈ ગયા હતા અને ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર રહેતા ચંદુલાલ રામસિંગભાઈ સારલા (58) પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને કોઈ કારણોસર અચાનક ઉલ્ટી થવા લાગી હતી જેથી તે બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.