મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી-જામનગર જીલ્લામાં ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી 16 વર્ષે પકડાયો


SHARE











મોરબી-જામનગર જીલ્લામાં ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી 16 વર્ષે પકડાયો

મોરબી તથા જામનગર જીલ્લાના અલગ-અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એલસીબીની ટીમે દેવભુમી દ્વારકા જિલ્લા ખાતેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જીલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો  છે તઅને સ્ટાફના માણસો જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા અને કૌશિકભાઇ મણવરને ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, મોરબી તથા જામનગર જીલ્લાના અલગ-અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસીંગ સમરીયો સીંગાડીયા રહે.વાગધારી, ફુટતાલાબ તાલુકો જોબટ જીલ્લો અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો હાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ખેત મજુરી કામ કરતો હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપી જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસીંગ સમરીયો સીંગાડીયા (45) રહે. વાગધારી ફળીયા ફુટતાલાબ છોટા ગામ તાલુકો જોબટ (મધ્યપ્રદેશ) વાળાને દેવભૂમિ દ્રારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામની સીમમાં સિધ્ધરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીએથી ઝડપી લીધો હતો અને તેને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.






Latest News