માળીયા (મી)ના નવી નવલખી ગામની સીમમાંથી જામગરી હથિયાર સાથે એક પકડાયો
SHARE
માળીયા (મી)ના નવી નવલખી ગામની સીમમાંથી જામગરી હથિયાર સાથે એક પકડાયો
માળીયા મીયાણાના નવી નવલખી ગામની સીમમાં આવેલ ખરાવાડ વિસ્તારમાંથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનું એક જામગરી હથિયાર મળી આવ્યું હતું જેથી 2000 રૂપિયાની કિંમતના હથિયાર સાથે પોલીસે આરોપીને પકડીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવી નવલખી ગામે સીમ વિસ્તારમાં ખરાબમાંથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનું એક જામગરી હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સુભાનભાઇ આદમભાઇ મોવર (39) રહે. નવી નવલખી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.