મોરબીમાં ઉમિયા સર્કલથી લીલાપર સુધીનો રોડ બંને બાજુએ વન વે: જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબી ફાયરીંગ બટ વિસ્તારમાં ૨૫ જાન્યુઆરી સુધી પ્રવેશબંધી
SHARE
મોરબી ફાયરીંગ બટ વિસ્તારમાં ૨૫ જાન્યુઆરી સુધી પ્રવેશબંધી
મોરબી ફાયરીંગ બટ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક,રા.અ.પો.દળ જૂથ-૧૩, ઘંટેશ્વર (રાજકોટ) ની ‘એ’કંપની’ ,‘હેડ ક્વાર્ટર’ કંપની તથા એમ.ટી.વિભાગના કર્મચારી/ અધિકારીઓ ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી ૨૫/૦૧/૨૦૨૬ સુધી મોરબી ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તા.૨૫/૦૧/૨૦૨૫ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૧ ની કલમ-૧૩૧ અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.