મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પ યોજાયો
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગીતાંજલી વિદ્યાલયના સહયોગથી સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પનું આયોજન કર્યું હતું અને આ કેમ્પમાં ૯ થી ૧૪ વર્ષની વયની કુલ ૩૦ બાળિકાઓને મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર રસીકરણ આપવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળિકાઓમાં સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ ફેલાવવી તથા સમયસર રસીકરણ દ્વારા તેમના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવાનો હતો. મુસ્કાન વેલ્ફેર સોસાયટી મહિલાઓના આરોગ્ય અને સુરક્ષા માટે સતત કાર્યરત રહી છે અને આવનારા સમયમાં પણ આવા જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરતી રહેશે.