ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે પલટી મારી ગયેલા ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલ ડ્રાઈવરને લોકોએ બહાર કાઢીને જીવ બચાવ્યો
SHARE
ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે પલટી મારી ગયેલા ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલ ડ્રાઈવરને લોકોએ બહાર કાઢીને જીવ બચાવ્યો
ટંકારા તાલુકાનાં જબલપુર ગામના પાટીયા પાસેથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર રોડ સાઇડમાં પલટી મારી ગયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ટ્રક ડ્રાઇવર ટ્રકની કેબીનની અંદર ફસાઈ ગયો હતો જેથી રસ્તા ઉપરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક તેની મદદે દોડી ગયા હતા અને ટ્રકની કેબિનમાં ફસાઈ ગયેલ ડ્રાઈવરને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવમાં વાહનમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી જેથી બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટીયા પાસેથી ટ્રક નંબર જીજે 10 ટીવી 6655 પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ટ્રક રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ટ્રક પલટી મારી ગયો હતો અને અકસ્માતના આ બનાવમાં ટ્રકનો ડ્રાઇવર ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો જેથી રોડ ઉપરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોએ ત્યાં પોતાના વાહનો ઉભા રાખીને ટ્રકની કેબીનમાં ફસાઈ ગયેલ ડ્રાઇવરને બહાર કાઢવા માટેની કામગીરી કરી હતી અને ટ્રકના ડ્રાઇવરને બચાવી લઈને ઇજા પામેલા ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે અકસ્માતના આ બનાવમાં વાહનની અંદર મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે જો કે, કોઈ જાનહાની થયેલ નથી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.