મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા ગામથી અન્ય ગામને જોડતા રસ્તાના રીસરર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


SHARE







વાંકાનેરના ગારીડા ગામથી અન્ય ગામને જોડતા રસ્તાના રીસરર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરના ગારીડા ગામથી સમઢીયાળા, રાતડીયા, ગુંદાખડા, સતાપર, અદેપર, વિનયગઢ તેમજ તરકીયા ગામને જોડતો મુખ્ય રોડનાં રીસરર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના લોકો તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓ સહિતના હાજર રહ્યા હતા.

વાંકાનેરના ગારીડા ગામથી જુદાજુદા ગામને જોડતા રસ્તાના રીસરર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યુ હતું કે, આ રોડનું કામ થઈ જવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘણી રાહત થવાની છે. આ તકે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, જીલ્લા પંચાયત સદસ્ય નવઘણભાઈ મેઘાણી, જીલ્લા પંચાયત સદસ્ય જાહીરઅબ્બાસ શેરસીયા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી હેમુભાઈ ધરજીયા, તાલુકા પંચાયત સદસ્ય અજયભાઈ વિંજવાડીયા, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર, સમઢીયાળા સરપંચ ગગજીભાઈ ઓળકિયા,સતાપર સરપંચ હીરાભાઈ ગણાદીયા, તરકીયા સરપંચ જનકભાઈ ડાભી, મેસરીયા સરપંચ હસમુખભાઇ ભુસડીયા, ઠીકરીયાળા સરપંચ હકાભાઈ માંડાણી, ભલગામ સરપંચ લખાભાઈ હીરાભાઈ, યુવા આગેવાન ચેતનભાઈ ગોસ્વામી, સરતાનપર સરપંચ અલુભાઈ કુરેચા, કોઠારીયા સરપંચ આંબાભાઈ કોબિયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, વેરસીભાઈ માલકીયા, પોલાભાઈ બેડવાં, કેશુભાઈ ભાલીયા, કરશનભાઈ રબારી, હોલમઢ ગામ પૂર્વ સરપંચ છગનભાઈ ખમાણી, ગોપાલભાઈ મઢવી સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.






Latest News