મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે
મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત
SHARE
મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત
મોરબીના વોર્ડ નંબર-૧ માં આવેલ શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક વિગેરે સોસયટીનો મુખ્ય રસ્તો બંધ છે જેથી કરીને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચોના મંત્રી ઉગાભાઈ રાઠોડે મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરીને આ રસ્તો ચાલુ કરી રસ્તામા માટી નાખી રસ્તો પહોળો કરી આપવા માટેની રજૂઆત કરેલ છે.
હાલમાં કરવામા આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, હાલમાં જે રસ્તો છે તે ખુબ જ સાકડો છે અને માત્ર ૧૫ ફુટનો આટલું જ નહીં ત્યાં સેન્ટ મેરી ફાટક આવેલ છે જે ફાટક બંધ થવાને લિધે ત્યા ટ્રાફિક જામ થાય છે અને લોકોને હેરાન થવું પડે છે. અને ઘણી વખત તો ઇમર્જન્સી હોય ત્યારે દર્દીને પણ હેરાન થવું પડે છે તેમજ જુદીજુદી સાતથી વધુ સોસાયટીના લોકો ત્યાંથી અવરજવર કરે છે હાલમા મહાપાલીકા દ્વારા ખુલ્લા વોકળામા પાઇપ નાખી સ્ટ્રોમ વોટરનું કામ કર્યું છે તો સાકડા રસ્તાની બાજુ માટી નાખીને રસ્તો ૫૦ ફુટનો બની શકે તેમ છે જેથી કરીને લોકોની સુખાકારી માટે આ કામ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે તેમજ હાલ ગાંડા બાવળ અને વેસ્ટ કચરો પડેલ છે તેને દૂર કરવામાં આવે તો અશોક પાર્ક પાસેથી સીધા જ મેઇન રોડને જોડી શકાય તેમ છે. જેથી વહેલી તકે આ કામ કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.