મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે જીપીસીબી સહિતના પ્રશ્નો લટક્તા રાખીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નડવાનું ગુજરાત સરકાર બંધ કરી દે તો પણ ઉદ્યોગને મોટો ફાયદો થશે: ગોપાલભાઈ ઇટાલીયા વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ: મોરબીના જાંબુડિયા ગામે રહેતી પરિણીતાને ધમકી ટંકારામાંથી 4 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: વાંકનેરના માટેલ રોડેથી 1 ચાઈનીઝ ફીરકી  સાથે એક પકડાયો ટંકારાના લજાઈ પાસેથી રિક્ષામાં ભરેલ 200 લિટર દારૂ સાથે 3 શખ્સ પકડાયા, એકની શોધખોળ ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આદિવાસી સમાજનું શોષણ બંધ કરો સહિત 12 માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબી જીલ્લામાં આદિવાસી સમાજનું શોષણ બંધ કરો સહિત 12 માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા વિસ્તારમાં ખેતીમાં તથા ઔદ્યોગિક એકમોમાં રોજગારી માટે તેને આદિવાસી પરિવારો આવતા હોય છે અને તે લોકોનું યેનકેન પ્રકારે શોષણ કરવામાં આવતું હોય છે અને સુવિધાઓ આપવામાં આવતી નથી જેથી કરીને આજે મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની વિવિધ ૧૨ જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને તે માંગણીઅને સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તથા ગુજરાત બહારથી ઘણા આદિવાસી પરિવારો મોરબી જિલ્લામાં ખેતીવાડી તથા ઉદ્યોગિક એકમોમાં રોજગારી મેળવવા માટે થઈને આવતા હોય છે પરંતુ તેઓને જરૂરી સેફ્ટીના સાધનો તથા પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને ઘણી વખત તેઓની બહેન દીકરીઓની સાથે અઘટિત ઘટનાઓ બને છે અને અત્યાચારો થતા હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે ત્યારે મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિવિધ ૧૨ જેટલી માંગણીઓ રજૂ કરી હતી જેમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકો માટે સૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે, તે લોકોને સેફ્ટીના સાધનો આપવામાં આવે, અતિવૃષ્ટિ કે દુષ્કાળના કારણે પાક નિષ્ફળ જાય તો તેઓને પણ ભાગિયા હોવાથી વળતર આપવામાં આવે, જંતુનાશ દવાઓ અને રાસાયણિક ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવે, ખેડૂતોની જણસનો ઊંચો ભાવ આપવામાં આવે, આદિવાસી પરિવારના બાળકોના સારા શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે, બહારથી રોજગારી માટે આવતા આદિવાસી પરિવારનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામાઓની અમલવારી કરી તેનો પૂરતો લાભ આપવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવી છે અને શ્રમિક પરિવારોને વીમા પોલીસનું રક્ષણ મળે તથા આરોગ્યની સારવાર મળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ તકે અશોકભાઈ સમ્રાટ, મનસુખભાઇ ચૌહાણ, નગજીભાઇ ચૌહાણ સહિતના આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રમિકો સહિતના હાજર રહ્યા હતા. 






Latest News