દારૂ બંધીના ધજાગરા: હળવદના કડીયાણા પાસેથી દારૂની નાની-મોટી 2232 બોટલો રેઢી મળી !, 2 આરોપીની શોધખોળ
SHARE
દારૂ બંધીના ધજાગરા: હળવદના કડીયાણા પાસેથી દારૂની નાની-મોટી 2232 બોટલો રેઢી મળી !, 2 આરોપીની શોધખોળ
હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિદેશીદારૂની 2232 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,04,776 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને બંને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં દારૂના દૂષણને ડામવા માટે અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે તેવામાં એલસીબીના પીએસઆઈ જે.પી.કણસાગરા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા ત્યારે હકીકત મળેલ હતી કે, કડીયાણાથી માથક તરફ જતા રસ્તે એક કિલો મીટર દૂર ડાબી તરફ જવાના કાચા રસ્તે ખરાબામાં કડીયાણા ગામની સીમમાં દારૂનો જથ્થો પડેલ છે જેથી કરીને એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી 2232 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,04,776 નો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં રાહુલ ઉર્ફે ધુમો કોળી રહે. મોરબી અને લાલો કોળી રહે. હળવદ વાળાના નામ સામે આવેલ છે જેથી મુદમાલા હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપીને બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે બંને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ જે.પી.કણસાગરા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.