મોરબી આરટીઓ કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતરંગ વિવિધ સ્પર્ધા યોજાઈ
વાંકાનેર શહેર અને ટંકારાના નેકનામ ગામે જુગારની રેડ: કુલ પાંચ શખ્સ ઝડપાયા, ત્રણની શોધખોળ
SHARE
વાંકાનેર શહેર અને ટંકારાના નેકનામ ગામે જુગારની રેડ: કુલ પાંચ શખ્સ ઝડપાયા, ત્રણની શોધખોળ
વાંકાનેર શહેરમાં તથા ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં ખેતરના છેવાડે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને પોલીસ દ્વારા હાલમાં પાંચ શખ્સોને પકડવામાં આવ્યા છે અને ટંકારાની રેડ દરમિયાન નાસી છૂટેલા ત્રણ શખ્સોને પકડવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે
વાંકાનેરમાં આસ્થા પીરની દરગાહ પાછળ સંધિ સોસાયટીની શેરીમાં ખુલ્લા પટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી હાજીભાઈ ઇબ્રાહીમભાઇ મોવર (35), જાવીદભાઈ અબ્દુલભાઈ કઈડા (34) અને પરેશભાઈ ખોડાભાઈ શેખાણી (30) રહે. બધા સંધિ સોસાયટી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકાના રોહીશાળા ગામે સીમમાં આવેલ ખેતરના છેવાડે બાવળના ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી અને ત્યારે સ્થળ ઉપરથી પોલીસે રસિકભાઈ જેઠાભાઇ રૈયાણી (46) રહે. રોહીશાળા અને કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવનસિંહ ઝાલા (41) રહે. નેકનામ વાળાને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી 6,500 ની રોકડ તથા 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 16,500 ની કિંમત પણ મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસને જોઈને જયેશભાઈ નારણભાઈ દલસાણીયા રહે. નેકનામ, શક્તિવનભાઈ છગનભાઈ ભોરણીયા રહે. રોહીશાળા અને અંકિતભાઈ ધીરુભાઈ જાદવ રહે. નેકનામ વાળા નાસી ગયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં પાંચેય શખ્સોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોબાઈલ ખોવાઈ ગયો
હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતો અને મજૂર કામ કરતો હસમુખભાઈ કાળુભાઈ કણઝારિયા (41) નામનો યુવાન પોતાના શર્ટના કિસ્સામાં તેનો મોબાઇલ મૂકીને ગામમાં ગયો હતો દરમિયાન કોઈ જગ્યાએ તેનો પોકો કંપનીનો c71 4+64 મોબાઈલ ખોવાઈ ગયો હતો જેથી કરીને યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે