વાંકાનેર શહેર અને ટંકારાના નેકનામ ગામે જુગારની રેડ: કુલ પાંચ શખ્સ ઝડપાયા, ત્રણની શોધખોળ
મોરબીમાં ધંધા માટે લીધેલા રૂપિયા ટાઈમે પરત ન આપી શકતા આધેડને ફોન ઉપર ધમકી
SHARE
મોરબીમાં ધંધા માટે લીધેલા રૂપિયા ટાઈમે પરત ન આપી શકતા આધેડને ફોન ઉપર ધમકી
મોરબીમાં રહેતા આધેડને ધંધામાં રૂપિયાની જરૂર હતી જેથી એક લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા અને તેની સામે અડધા રૂપિયા પરત ચૂકવી દીધા હતા જોકે ધંધામાં મંદી આવતા બાકીના રૂપિયા ચૂકવી ન શકતા સામેવાળાએ રૂપિયા ટાઈમે ભરવા માટે થઈને ફોન ઉપર ધમકી આપી હતી જેથી કંટાળી જઈને અધેડે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક રવિ પાર્કની બાજુમાં રહેતા ફારુકભાઈ મોહમ્મદભાઈ ગલેરીયા (51) નામના આધેડે ફિનાઈલ પી લેતા તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની ફારૂકભાઈના પત્ની રોશનબેન ફારુક ગલેરીયા (50) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, તેના પતિ કપડાની ફેરીનો ધંધો કરતા હોય અને તેને એકાદ વર્ષ પહેલા રૂપિયાની જરૂર હતી ત્યારે આદિલભાઈ રહે. શ્રીજી પાર્ક રવિ પાર્કની બાજુમાં વાવડી રોડ મોરબી વાળા પાસેથી 1,00,000 હાથ ઉછીના લીધા હતા અને અડધા રૂપિયા પરત આપી દીધા હતા જોકે બજારમાં મંદીને કારણે બાકીના રૂપિયા આપી શક્યા ન હોય સામેવાળાએ ટાઈમે રૂપિયા ભરવા ફોન ઉપર ધમકી આપી હતી જેથી કંટાળી જઈને ફારુકભાઈએ પોતે પોતાના ઘરે પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે