મોરબી મહાપાલિકામાંથી જન્મ અને મરણના પ્રમાણપત્ર કલરમાં કાઢી આપવા કરાઇ રજૂઆત
એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ
SHARE
એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ,1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. તાજેતરમાં એબીવીપીનું 57મું ગુજરાત પ્રદેશ અધિવેશન આણંદ ખાતે યોજાયું હતું. જેમાં ભાઈઓ અને બહેનો સહિત કુલ 1178 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમાં મોરબી જિલ્લામાંથી 30 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો. આ વર્ષનું અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જયંતી નિમિત્તે તેની થિમ પર કરવામાં આવ્યું હતું. અને આ અધિવેશનમાં મોરબી જિલ્લાના રાજદિપસિંહ જાડેજા (રાજ્ય વિશ્વ વિદ્યાલય સહ સંયોજક), હિલભાઈ બુદ્ધદેવ (પ્રદેશ કારોબારી સદસ્ય) અને આયુષીબેન ઘોડાસરા (પ્રદેશ કારોબારી સદસ્ય)ને પ્રદેશ સ્તરની જવાબદારી સોંપવામાં આવી છે.