એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ
મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.-શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.-શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને 151 જેટલા રક્તદાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઈ આહીર, રીચપાલભાઈ બિશ્નોઈ, સુભાષભાઈ બિશ્નોઈ, સુરેશભાઇ ગઢવાલ સહિતના ટ્રાન્સપોર્ટ એસો.ના હોદ્દેદારો તેમજ અન્ય ટ્રાન્સપોર્ટરો હાજર રહ્યા હતા અને ડ્રાઇવરો સહિતનાઓ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.