તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ: મોરબીના જાંબુડિયા ગામે રહેતી પરિણીતાને ધમકી
વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી
SHARE
વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વકીલ યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ સોનાની બે વીટી, સોનાનો એક ચેન તથા રોકડા રૂપિયા આમ કુલ મળીને 45000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે તેમજ અન્ય સહેદોના મકાનમાંથી પણ કિંમતી મુદ્દામાલની ચોરી થયેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ જટુભા જાડેજા (49)એ અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના રહેણાંક મકાનનો મુખ્ય દરવાજો તોડીને અજાણ્યા શખ્સ દ્વારા ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કબાટમાં રાખવામાં આવેલ સોનાની એક તોલાની બે વીંટી, સોનાનો એક તોલાનો એક ચેન તથા 5000 રૂપિયા રોકડા આમ કુલ મળીને 45000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તે ઉપરાંત અન્ય શાહેદોના મકાનમાંથી પણ કીમતી મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેથી ભોગ બનેલ યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.