મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે જીપીસીબી સહિતના પ્રશ્નો લટક્તા રાખીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નડવાનું ગુજરાત સરકાર બંધ કરી દે તો પણ ઉદ્યોગને મોટો ફાયદો થશે: ગોપાલભાઈ ઇટાલીયા વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ: મોરબીના જાંબુડિયા ગામે રહેતી પરિણીતાને ધમકી ટંકારામાંથી 4 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: વાંકનેરના માટેલ રોડેથી 1 ચાઈનીઝ ફીરકી  સાથે એક પકડાયો ટંકારાના લજાઈ પાસેથી રિક્ષામાં ભરેલ 200 લિટર દારૂ સાથે 3 શખ્સ પકડાયા, એકની શોધખોળ ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી
Breaking news
Morbi Today

જીપીસીબી સહિતના પ્રશ્નો લટક્તા રાખીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નડવાનું ગુજરાત સરકાર બંધ કરી દે તો પણ ઉદ્યોગને મોટો ફાયદો થશે: ગોપાલભાઈ ઇટાલીયા


SHARE













જીપીસીબી સહિતના પ્રશ્નો લટક્તા રાખીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નડવાનું ગુજરાત સરકાર બંધ કરી દે તો પણ ઉદ્યોગને મોટો ફાયદો થશે: ગોપાલભાઈ ઇટાલીયા

મોરબીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાની હાજરીમાં સભા યોજાઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં મોરબી શહેરમાંથી જનમેદની ઉમટી પડી હતી અને ખાસ કરીને વર્તમાન સમયમાં જે રીતે ગુજરાતની અંદર એક પછી એક ભાજપના ધારાસભ્યો તેઓને અધિકારી ગણકારતા નથી તેવા પત્રો સરકારને લખી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિકના કામ શું થતા હશે તેવો અણીદાર સવાલ મંચ ઉપરથી ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં આવનાર મોરબી મહાપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબીમાં પરિવર્તનનો પવન ફૂંકાશે અને આમ આદમી પાર્ટીની સત્તા આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી તથા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાની હાજરીમાં રવાપર રોડ ઉપર આવેલ બાપા સિતારામ ચોક ખાતે પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી વિશાળ જનમેદની ઉમટી પડી હતી ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી સહિતના નેતાઓ દ્વારા  સભાને સંબોધતા ભાજપ અને ગુજરાત સરકારને આડે હાથે લેવામાં આવી હતી અને ત્યારબાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાએ સભાને સંબોધતા ભાજપની સરકારની નીતિ રીતે સામે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે ગુજરાતમાં વેપારીઓથી લઈને કારખાનેદારો સુધીનાઓને ધાક ધમકીઓ આપીને દબાવીને રાખવામાં આવે છે અને ભાજપ સરકારના ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખીને કહે છે કે "અધિકારીઓ તેઓને ગણતા કે ગાંઠતા નથી" અને આવું ગુજરાતમાં આજકાલથી નહીં પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી ચાલે છે તેમ છતાં પણ ધારાસભ્યોની વાતને ધ્યાને લઈને સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોય તો ગુજરાતમાં સામાન્ય લોકોના કામ શું અને કેવા થતા હશે તે પણ પ્રશ્ન છે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, જે રીતે વિસાવદરના ખેડૂતો સહિતના લોકોએ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સરકારને જટકો આપ્યો છે તેનાથી વિશેષ જટકો આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબી શહેર અને જિલ્લાની જનતા ભાજપ અને સરકારને આપશે તેવો મને વિશ્વાસ છે કેમ કે, ઠંડીમાં ઘરે સુવાના બદલે મોડી રાત સુધી લોકો સભા હાજર રહ્યા તે મોરબીમાં પરિવર્તનનો સંકેત છે. છેલ્લા 30 વર્ષથી ભાજપને મત આપેલ છે તો પણ આપણી નહીં ભાજપની જ સ્થિતિ બદલાયેલ છે. ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો છેલ્લા ઘણા સમયથી જીપીસીબી, જીએસટી સહિતના પ્રશ્નોને લઈને હેરાન છે પરંતુ સરકાર દ્વારા તે પ્રશ્નોને ઉકેલવામાં આવી રહ્યા નથી અને તે પ્રશ્નોને લટક્તા રાખીને ઉદ્યોગકારોને ડરાવવામાં આવે છે. ત્યારે જો સરકર દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નડવાનું બંધ કરી દેવામાં આવે તો પણ ઉદ્યોગને મોટો ફાયદો થાય તેમ છે. અને રાજ્ય તેમજ દેશમાં જે રીતે સ્વદેશી અપવાનો પ્રચાર સરકાર દ્વારા કરવામાં આવે છે તેને ધ્યાને રાખીને કહ્યું હતું કે, જો સ્વદેશી ટાઇલ્સ બનાવનાર ઉદ્યોગકારોને પ્રાથમિક સગવડ આપવામાં આવે તો તે ઉદ્યોગનો વિકાસ થશે અને હજારો લોકોને રોજગાર પણ મળશે. અને હાલમાં સિરામિક ઉપર 18 ટકા જીએસટી છે તે ઘટાડીને 5 ટકા કરવામાં આવે તો ઉદ્યોગ અને વાપરનારા લોકોને ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના હોદેદારો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

મોરબી આમ આદમી પાર્ટીના સહ પ્રભારીએ કહ્યું "ગુજરાતમાં આપ આવશે તો ગુંડારાજ આવશે"

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો એની સાથે ગુંડારાજ આવશે તેવો આક્ષેપ મોરબી આમ આદમી પાર્ટીના સહ પ્રભારી હિતુભા રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હમણાં એક જગ્યાએ ગોપાલભાઈ ઇટાલીયાએ નિવેદનમાં પોલીસને ટોમી તરીકે સંબોધન કર્યું હતું અને એવું કીધું હતું કે અમારું શાસન આવશે અમારી સરકાર આવશે તો આ બધાના કમરના પટ્ટા ગળામાં પહેરાવશું તો આ પ્રકારની માનસિકતા ધરાવતી પાર્ટી સાથે હું કામ કરવા માટે સહમત નથી તેવું કહીને તેમણે લેખિતમાં રાજીનામું મૂકી દીધેલ છે. ઉલેખનીય છે કે, હિતુભા રાઠોડ આમ આદમી પાર્ટીના સહ પ્રભારી હતા છતાં તેને આમ આદમી પાર્ટીની સભામાં સ્ટેજ સુધી રજૂઆત કરવા જવા દેવામાં આવ્યા ન હતા જેથી થોડીવાર માટે હોબાળો થયો હતો. ત્યારે બાદ હિતુભા અને તેની સાથે આવેલા તેઓના ટેકેદારોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા.






Latest News