હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો


SHARE





વાંકાનેરમાં શ્રી વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

દેશના વડાપ્રધાન રાજ્યના પનોતાપુત્ત નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે જેને અનુસંધાને સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે વેલનાથ ગ્રુપ ધમલપર દ્વારા શ્રી ગેલ માતાજીના સાન્નિધ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપના અગ્રણી શૈલેષભાઈ ઠક્કરના સૌજન્યથી વૃક્ષારોપણ કરાયું હતું.

હાલના સમયમાં વૃક્ષોનું વાવેતર જરૂરી નહીં આવશ્યક બની ગયું છે. દર વર્ષે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેના કારણે પ્રજાજનોને તેમજ અબોલ પ્રાણીઓના જીવનું જોખમ વધી રહ્યું છે ત્યારે ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા વાંકાનેર તાલુકામાં વર્ષ દરમ્યાન વિવિધ સ્થળોએ વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરી ખરા અર્થમાં માનવજીવન તેમજ પશુ પંખીઓના જીવન માટે અનેરી સેવાયગ્ન કરી સમાજને પ્રેરણા પૂરી પાડે છે. વૃક્ષારોપણ પ્રસંગે કોળી સમાજના વરિષ્ઠ અગ્રણી પરસોત્તમભાઈ બાવરવા (ભુવા), ચતુરભાઈ મકવાણા, હરૂભા ઝાલા, રતીલાલ અણીયારીયા, બાબુભાઈ ઉઘરેજા, ક્રીપાલસિહ ઝાલા, ઈન્દુભા ઝાલા (તા.પં સદસ્ય), રમેશભાઈ સારલા (તા પં સદસ્ય), પ્રવિણભાઈ પંડ્યા, મુન્નાભાઈ હેરમા, હરેશભાઈ માણસુરીયા સહિતના હાજર રહ્યા હતા અને વેલનાથ ગૃપના સંજયભાઈ ચાવડા, રાકેશભાઈ બાવળીયા તેમજ ગઢીયા હનુમાન મિત્ર મંડળની ટીમે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.




Latest News