અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રેડ કરવા ગયેલ ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો કરીને 4 શખ્સો જપ્ત કરેલા વાહનોમાંથી ટ્રેક્ટર લોડર લઈને ભાગી ગયા ! તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે કહીને ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે યુવાન સહિત બે વ્યક્તિ ઉપર પાઇપ-ધોકાથી હુમલો
Breaking news
Morbi Today

તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે કહીને ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે યુવાન સહિત બે વ્યક્તિ ઉપર પાઇપ-ધોકાથી હુમલો


SHARE







તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે કહીને ટંકારાના હરબટીયાળી ગામના પાટિયા પાસે યુવાન સહિત બે વ્યક્તિ ઉપર પાઇપ-ધોકાથી હુમલો

ટંકારાના પ્રભુનગર ગામે રહેતો યુવાને તેના મિત્ર સાથે હરબટીયાળી ગામના પાટિયા પાસે ઉભો હતો ત્યારે 10 જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા “તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે” તેવું કહીને પાઇપ વડે હુમલો કર્યો હતો અને યુવાન તથા તેની સાથે રહેલા વ્યક્તિને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 10 જેટલા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના મીતાણા ગામ પાસે આવેલ પ્રભુનગરમાં રહેતા જયદીપભાઇ બાબુભાઈ બસિયા (27)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કનુભાઈ મશરૂભાઈ ઝાપડા અને મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા તથા અજાણ્યા 8 માણસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે ટંકારાના હરબટીયાળી ગામના પાટીયા પાસે ફરિયાદી ઊભા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને તું મારી બાતમી એલસીબીને કેમ આપે છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા અને પાઇપ વડે ફરિયાદી તથા સાહેદ રાહુલભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી ફરિયાદીને પગ તથા શરીરે ઇજાઓ થઈ હતી તેમજ સાહેદ રાહુલભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કુલ 10 શખ્સો સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News