મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા મોરબી મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ એનોટોમી દિવસની ઉજવણી કરાઈ વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી નજીક રોંગ સાઈડમાં પૂરપાટ ઘસી આવેલ ટ્રકે બોલેરોને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં 2 ના મોત: 8 ઘાયલ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ


SHARE







વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લમાં વન વિભાગના રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો સહિતના જોડાયા હતા.

વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વીડી ભોજપરા, પલાસ, ભોજપરા અને જાંબુડિયા ગામોની પ્રાથમિક શાળાઓમાં વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ ની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા અને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત જાલસીકા અને વીડી ભોજપરા ગામની પ્રાથમિક શાળામાં ૧૩૫ જેટલા વિદ્યાથીઓને સ્કૂલ બેગ પણ આપવામાં આવી હતી. વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ ની ઉજવણીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ દ્વારા વિદ્યાર્થીઓને વન્યપ્રાણીનું આપણા પર્યાવરણમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને વન્યપ્રાણીના રક્ષણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.




Latest News