મોરબી નજીક રોંગ સાઈડમાં પૂરપાટ ઘસી આવેલ ટ્રકે બોલેરોને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં 2 ના મોત: 8 ઘાયલ મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપે સામાન્ય વર્ગની બાળાઓને લ્હાણી આપી ભક્તિ સાથે સમાનતાનો સંદેશ આપ્યો મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી સગીરાએ કર્યો આપઘાત, લખધીરવાસ ચોક પાસે હાર્ટ અટેકથી યુવાન અને પીપળીયા ગામે બીમારી સબબ આધેડનું મોત વાંકાનેરના ખીજડીયા ગામે શેરીમાંથી નીકળવા બાબતની માથાકૂટ કરીને પિતા પુત્ર સહિત છ વ્યક્તિઓને ધોકા, પાઇપ અને ધારિયા વડે માર માર્યો વાંકાનેરના ગારીયા ગામે રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે ખોટા મેસેજ કરીને 48 હજારની છેતરપિંડી હળવદમાં વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો, વાડીએ ઉભા પાકને કર્યું નુકસાન: સાત મહિલા સહિત 19 જેટલા લોકો સામે ફરિયાદ મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત મોરબીના હરીપર કેરાળા ગામે ભાડાની માથાકૂટમાં હવે 2 શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

હળવદમાં વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો, વાડીએ ઉભા પાકને કર્યું નુકસાન: સાત મહિલા સહિત 19 જેટલા લોકો સામે ફરિયાદ


SHARE







હળવદમાં વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો, વાડીએ ઉભા પાકને કર્યું નુકસાન: સાત મહિલા સહિત 19 જેટલા લોકો સામે ફરિયાદ

હળવદના રાયસંગપુર રોડ ઉપર યુવાનની વાડી આવેલી છે અને તે વાડીના રસ્તા બાબતે મનદુઃખ ચાલતું હોય તેનો ખાર રાખીને સાત મહિલા સહિત કુલ 19 જેટલા લોકો યુવાનની વાડીએ આવ્યા હતા અને ત્યાં તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને લોખંડની કોસ વડે યુવાનને જમણા હાથમાં માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું નહીં પરંતુ યુવાનના ખેતરમાં ઉભા પાકને નુકસાન કરવામાં આવ્યું હતું જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના કૃષ્ણનગર મોરબી દરવાજા પાસે રહેતા જગદીશભાઈ થોભણભાઈ સોનાગ્રા (45) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ હીરાભાઈ ચાવડા, કરસન અમરસીભાઈ ચાવડા, સંજય નરસીભાઈ, સુંડા નરસી,  રોહિત કરસન, ભાવેશ હીરાભાઈ, રૂખીબેન નરસીભાઈ, જશુબેન સુંડાભાઈ, મીનાબેન સંજયભાઈ, હીરાબેન કરસનભાઈ, લીલાબેન હીરાભાઈ, તેજલબેન રોહિતભાઈ, વિપુલભાઈ ના પત્ની, મહેશભાઈ ઈશ્વરભાઈ, ચંદુભાઈ ગંગારામભાઈ અને અજાણ્યા ત્રણ માણસો રહે હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદતાની સીમમાં રાયસંગપુર રોડ ઉપર સર્વે નંબર 678 વાળી જમીનમાં ફરિયાદીની વાડી આવેલી છે અને વાડીના રસ્તા બાબતે આરોપીઓ સાથે મન દુઃખ ચાલતું હોય આરોપીઓ હથિયાર સાથે ફરિયાદીની વાડીએ આવ્યા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદીને લોખંડની કોસથી માર મારીને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા કરવામાં આવી હતી તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ફરિયાદીની વાડીમાં ઉભા પાકને નુકસાન કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News