મોરબી સાનિધ્ય પાર્કમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દીકરીઓનું સન્માન મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની સેવાકીય પહેલ: નવરાત્રિમાં 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ હળવદના નવા દેવળીયા ગામ નજીક આઇસર ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીના શનાળા ગામ પાસે આખલા સાથે બાઇક અથડાતાં વૃદ્ધનું મોત મોરબીમાં પરિવાર સાથે ફોન ઉપર બોલાચાલી બાદ યુવાને અણધાર્યું પગલું ભર્યું અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી, વાંકાનેર ટંકારા તાલુકામાં જુદાજુદા બનાવોમાં બે બાળકી અને એક યુવાનનું મોત સૌરાષ્ટ્ર કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે સ્પેશલ પેકેજ અને ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર આપવામાં ન આવે તો ગુજરાતમાં થશે ખેડૂત આંદોલન: રણદીપ સુરજેવાલા મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી સમિતિની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા ગામ નજીક આઇસર ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE









હળવદના નવા દેવળીયા ગામ નજીક આઇસર ટ્રકના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

હળવદના નવા દેવળીયા ગામ નજીક હળવદ માળિયા હાઇવે રોડની કટ પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસર ટ્રકના ચાલકે તેઓના બાઈકની હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતુ અને અકસ્માત સર્જીને આઇસર ટ્રકનો ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આઇસર ટ્રકના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા ગુમાનસિંહ ઉર્ફે મનુભા ભવનસંગ પરમાર (47)એ હાલમાં આઇસર ટ્રક નંબર જીજે 6 એઝેડ 7544 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે નવા દેવળીયા ગામના પાટીયા પાસે આવેલ રોડની કટ નજીકથી હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આઇસર ટ્રકનો ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના કાકા બળવંતસિંહ જોરુભા પરમારના બાઈક નંબર જીજે 36 એડી 9404 લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓના બાઇકને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવવામાં ફરિયાદીના કાકાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નિપજ્યું હતું અને અકસ્માત બાદ આઇસર ટ્રકનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News