હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
SHARE
હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
હળવદ તાલુકામાં આવેલ ચાડધ્રા ગામ પાસે બ્રાહ્મણી નદી પટ્ટમાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું ત્યારે ખાણ ખનિજ વિભાગના અધિકારીની ટિમ ત્યાં ત્રાટકી હતી અને સ્થળ ઉપરથી ગેરકાયદે રેતીનું ખનન અને વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 8 ટ્રેક્ટર જેની કિંમત 43 લાખનાં મુદામાલને સીઝ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામ પાસે આવેલ બ્રાહ્મણી નદીના પટ્ટમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળે ઉપરથી ગેરકાયદે સાદી રેતીનું ખનન અને વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 5 રેતી ભરેલા ટ્રેક્ટર જેના નંબર જીજે 36 એએલ 2743 જેનાં માલિક ભાનુભાઇ દેવદાનભાઈ ડાંગર રહે. મયુરનગર, જીજે 36 એપી 7801 જેનાં માલિક વિપુલભાઈ દિલુભાઈ લોખિલ, રહે. મયુરનગર, જીજે 36 બીબી 2663 જેનાં માલિક જયેશભાઈ પોલાભાઈ ચાવડા રહે. મયુરનગર, જીજે 36 એએફ 6340 જેનાં માલિક સંજયભાઈ રમેશભાઈ સોનારા રહે. મયુરનગર તથા જીજે 36 એજે 5753 જેનાં માલિક વિનુભાઈ ભુરાભાઈ ડાંગર રહે. મયુરનગર વાળા મળી આવ્યા હતા તેમજ 3 ખાલી ટ્રેકટર જેમાં જીજે 36 એપી 2183 જેનાં માલિક અનિલભાઈ દિલુભાઈ લોખિલ રહે. મયુરનગર, જીજે 36 એપી 6230 જેનાં માલિક ભાનુભાઇ દેવદાનભાઈ ડાંગર રહે. મયુરનગર અને જીજે 36 એએલ 3096 જેનાં માલિક વિજયભાઇ વિનોદભાઇ કોળી રહે. હળવદ વાળા નદીપટ્ટ વિસ્તારમાંથી મળી આવ્યા હતા જેથી 8 ટ્રેક્ટરોને સીઝ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવેલ છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, ૨૦૧૭ મુજબ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.