મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી મોરબીના સેવાભાવી નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયમાં પુસ્તકો માટે દાન અર્પણ મોરબી મહાપાલિકને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન મોરબી: કુવરબાઈનુ મામેરુ યોજના ખાખરેચીની દીકરી માટે બની આશીર્વાદ મોરબીમાં એક વર્ષના બાળકને સિવિલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળતા પરિવાર ચિંતા મુક્તા વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત હેલ્થ ચેકઅપ-કીટ વિતરણ કરાયું મોરબીના નવલખી રોડનું કામ 7 દિવસમાં શરૂ ન થાય તો આંદોલન: વિપક્ષના નેતાની ચીમકી
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત હેલ્થ ચેકઅપ-કીટ વિતરણ કરાયું


SHARE









વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત હેલ્થ ચેકઅપ-કીટ વિતરણ કરાયું

દીકરીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય સુધારણા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર ઘટક કક્ષાએ ‘કિશોરી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું સઘન આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજિન (Menstrual Hygiene), વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્ય સંભાળ અને પોષણના મહત્વ અંગે તકનીકી માર્ગદર્શન પૂરું પાડી જાગૃત કરવામાં આવી હતી. સાથોસાથ "બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના અને દીકરીઓના કલ્યાણકારી વિકાસને લગતી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરીને તમામ કિશોરીઓને 'મેન્સ્ટ્રુઅલ હાઇજિન કીટ'નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિશોરી મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા, બાળ વિકાસ યોજના અધિકારી કલ્પનાબેન શુક્લ, મેડિકલ ઓફિસર જિનાલીબેન સંઘાણી, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, પૂર્ણા કન્સલ્ટન્ટ દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર્સ તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News