ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા
SHARE
ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા
ટંકારામાં પેટ્રોલ પંપની સામેના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 12,100 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારામાં રિલાયન્સના પેટ્રોલ પંપની સામેના ભાગમાં બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મેહુલભાઈ નવનીતભાઈ કુંઢીયા (25), લલિતભાઈ લાખાભાઈ કુંઢીયા (28), અર્જુનભાઈ કૈલાશભાઈ કુંઢીયા (19), કિરણભાઈ પ્રભાતભાઈ કુંઢીયા (42) અને પંકજભાઈ ઈશ્વરભાઈ કુંઢીયા (28) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે