માળીયા (મી)ના ખીરઈ ગામે રહેતા યુવાનને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ભડકે દેવાની ધમકી
માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર માલધારી 25 ઘેટાં-બકરા ટ્રક ચાલકે કચડી નાખ્યા
SHARE
માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર માલધારી 25 ઘેટાં-બકરા ટ્રક ચાલકે કચડી નાખ્યા
માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપરથી માલધારી પોતાના ઘેટા બકરા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાયથી વાહન ચલાવીને ઘેટા બકરાને હડફેટ લીધા હતા જેથી અકસ્માતો બનાવ બન્યો હતો અને આ બનાવમાં 23 ઘેટા અને 2 બકરા આમ કુલ 25 અબોલજીવના મોત નિપજ્યાં હતા અને 30 જેટલા ઘેટાને નાના મોટી ઇજાઓ થઈ હતી જેથી પશુપાલકને અંદાજે 65000 થી વધારે નુકસાન થયેલ હોય આ બનાવ સંદર્ભે માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ભચાઉ તાલુકાના જંગી ગામના રહેવાસી વિભાભાઈ મંગાભાઈ રબારી (38)એ હાલમાં ટ્રક નંબર આરજે 7 જીએફ 8171 માં ચાલક ઉસ્માનભાઈ મહમદરમજાન નાયચ રહે. જાલવાલી રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ જીઓના પેટ્રોલ પંપ પાસે રોડ ઉપરથી તેઓ પોતાના ઘેટા બકરા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના ઘેટા બકરાને હડફેટ લીધા હતા જેથી 23 ઘેટા અને 2 બકરા આમ કુલ 25 અબોલ જીવના મોત નીપજ્યા હતા જ્યારે 30 જેટલા ઘેટાઓને નાના મોટી ઈજાઓ થઈ હતી આમ આ બનાવથી ફરિયાદીને અંદાજે 65,000 થી વધારે નું નુકસાન થયેલ હોય માલધારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે