મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું


SHARE







હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું

હળવદના ચંદ્રગઢ ગામે યુવાનની તેની જ વાડીમાં માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જે બનાવનો ભેદ ઉકેલતા મૃતક યુવાનની પત્નીને કોઇની સાથે આડા સબંધ હતા તે બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો ત્યાર બાદ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને પિતાએ પુત્રને માથામાં કોસ મારી દેતા તેનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હત્યાના ગુનામાં મૃતક યુવાનના પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.  

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા અનિલ રામજીભાઈ જાદવ (27) નામના યુવાનની વાડીએ મગફળી ઉપાડવાનું કામ ચાલુ હતું અને તે મોડી રાત સુધી ઘરે પાછો આવ્યો ન હતો જેથી અનિલભાઈને તેની પત્ની દ્વારા ફોન કરવામાં આવ્યો હતો ત્યારે તેનો ફોન પણ રીસીવ થયો ન હતો જેથી અનિલભાઈને તેના પરિવારજનો દ્વારા શોધવામાં આવી રહ્યો હતો તેવામાં વાડીએથી અનિલભાઈનો ખાટલા પાસેથી માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકા શામજીભાઈ કરસનભાઈ જાદવ (49)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના પિતા રામજીભાઈ કરસનભાઈ જાદવની ધરપકડ કરેલ છે.

ચંદ્રગઢ ગામે અનિલભાઈ જાદવ નામના યુવાનની હત્યા તેની જ વાડીએ કરવામાં આવી હતી જેથી સીસીટીવી કે અન્ય કોઈ પુરાવા મળે તેમ ન હતા પરંતુ બનાવ સમયે મૃતક યુવાનના પિતાએ તેના દીકરાની લાશ વાડીએ બાઈકના અજવાળામાં જોઈ ત્યાર પછી તે બેભાન થઈ ગયેલ હોવાનું નાટક કર્યું હતું જોકે, પોલીસની ઝીણવટ ભરી તપાસમાં મૃતક યુવાનની પતિની કોઈ વ્યક્તિ સાથે આડા સબંધ હતા જેથી કરીને મૃતક યુવાનને તેના પિતાએ ઠપકો આપ્યો હતો અને તેની પત્નીને ઘટમાં ન રાખવા માટે કહ્યું હતું જે બાબતે બંને વચ્ચે બોલચાલી થયેલ હતી ત્યારે રામજીભાઈ જાદવએ તેના જ દીકરાને માથામાં કોસ મારીને તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં પોલીસ તેમજ પરિવારજનોને ગુમરાહ કરવા માટે અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની સ્ટોરી ઘડી કાઢી હતી. હાલમાં પોલીસે હત્યાના કામે વપરાયેલ કોસને પણ કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

અત્રે ઉલેખનીય છે કે, વાડી વિસ્તારમાં યુવાનને માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને હત્યા કરવામાં આવી હતી તે બનાવનો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ ચેલેન્જ હતું કેમ કે, બનાવ વાળી જગ્યાએ કોઈ હાજર હતું નહીં અને સીસીટીવી કે અન્ય કોઈ પુરાવ મળે તેવી કોઈ શક્યતા હતી નહીં પરંતુ મૃતક યુવાનના પિતાએ પોલીસને ગુમરાવ કરવા માટે સ્થળ ઉપર અને ત્યાર બાદ જુદીજુદી બે સ્ટોરી કહી હતી જેથી પોલીસની શંકા તેઓની ઉપર પહેલેથી જ હતી અને પોલીસે આગવી ડાબે પૂછપરછ કરવામાં આવતા મૃતક યુવાનના પિતા ભાંગી પડ્યા હતા અને પોલીસે હત્યાના ગુનામાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી




Latest News